બુધવાર, 8 જાન્યુઆરી, 2014

સંત શ્રી હીરસાગરબાપા ગુરૂ શ્રી કરમશીબાપા

|| જય ગુરૂદેવ||       || પરમ પૂજય શ્રી કરમશીબાપા ની જય હો.. ||    ||જય ગુરૂદેવ||

           પરમ પૂજય સંત શ્રી હિરસાગરબાપા ની સદા જય જય જય હો.......

સંત શ્રી હીરસાગરબાપા નું પ્રાગાટિયા

પૃથ્વી ઉપર કાયમ ને માટે રાત દિવસ થાય છે, તે તડકા છાયા ફરતા રહે છે. સુકાળ દુષ્કાળના ઓરા આવે - જાય છે સૃષ્ટીના રંગ તરંગો કાયમ ને માટે અવનવા થયા કરે છે તે જગત નીયતાનો એક ખેલ છે તે ખેલ થી તે જગત ને રસમય બનાવે છે, નિત્ય નવું રૂપ આપે છે તે રંગે રચાતો માનવી પોતાની પ્રકૃતિને અનુકુળ સંજોગો ને સુખ માને છે,અને પ્રતિકુળ સંજોગો ને દુખ માને છે.

આવા જગત ના રંગના અતિ ચંચલ,અસ્થિર,અનીતિય જગત ની અંદર પણ કાયમને માટે શાશ્વત, નિત્ય, અખંડ સ્વરૂપ, અવિચલ સ્વરૂપ (આત્મા સ્વરૂપ ) નું જ્ઞાન જાણનાર અને જણાવનાર મહા પુરુષ વિભૂતિ રૂપ બિરાજે છે. અને સત્ય નો પ્રકાશ કરી જિજ્ઞાસુઓં ને દિવ્ય માર્ગ બતાવે છે તે જીવન નો હેતુ હોય છે.

 તેવા પુરૂષો કઈ જ્ઞાતિમાં, ક્યાં દેશ માં,ક્યાં કાળ માં જન્મયા તે જોવાનું નથી. તે તો ગમે તે દેશમાં,ગમે તે કાળમાં, ગમે તે સંજોગોમાં જન્મે છે, અને તુરંત તે પોતાનું કાર્ય સારું કરીદે છે. તેને ઊંચ - નીચ, નાનું - મોટું, કે મારું - તારું જેવા મિથ્યા વિચારો હોતા નથી. ગમે ત્યાં વસો કરી, પોતાને કુદરતનો જે સંદેશો જગતને આપવાનો છે. તે નિર્ભયપણે આપે છે. મિથ્યા પ્રપંચને અસત્યને જ્ઞાન બોધથી તોડી પાડે છે. તેવા સર્વાતાર્યામીરૂપ પૂજય શ્રી હિરસાગરદાદા વિષે તેવી વાત છે.

પૃથ્વી ઉપર ભયંકર દુષ્કાળના ઓળા પથરાયેલા છે, ક્યાંય વરસાદ નું એક ટીપુય પડયું નથી, પાણી વિના પશુ-પક્ષી અને વનમાં ફરતા જાનવરો પણ પાણી વિના ટળવારી ને મારી જાય છે. માણસો પણ પાણી વિના અને ભૂખમરા થી અધમૂવા થઇ ગયા છે. પેટ વડીયા પણ કોઈ કામે રાખવા તૈયાર નથી. માણસને પોતાને પણ પોતાનું પેટ ભારે પડે છે. માણસો પશુઓ ને તો છોડી દિએ તે તો ઠીક પણ આવા કાળમાં માણસ પોતાના વહાલસોયા બાળકોને પણ જ્યાં રોટલો મળે ત્યાં આપી દે છે. સવંત ૧૯૫૬ ની સાલમાં મહા ભયંકર દુષ્કાળ પડયો ત્યારની વાત છે.

એક દિવસ રાજકોટ માં વણકર વાસ માં ભગત શ્રી અમરાબાપા નું ઘર હરિજનો માં વખણાતું, જ્યાં અતિથી સત્કાર, ભુખીયા ને ભોજન, દુખીયાને આશરો આશ્વાસન મળી રહેતા અને માર્ગ ભૂલેલા ને ભગવાન ના ઘર નો માર્ગ મળતો. રાત્રે નિત્ય સત્સંગ થતો, પછાત વર્ગના ગણાતા અભણ માણસોને વેદાંત જેવા ગહન વિષયો સરળ ભાષામાં સમજવા મળતા તેવું કાયમ જ્ઞાન પરબ હતું.

ભગત શ્રી અમરાબાપા ને બે ધર્મ પત્ની હતા. છતાં કઈ બાળ બચ્ચા ના હતા. તેથી તેવો સર્વે સંત સેવામાં આત્મ સંતોષ માનતા હતા અને ખુબ આનંદ માં રહેતા હતા.

તે દુષ્કાળના સમયે રાજકોટ માં એક દરબાર જેવા દેખાતા ઉમર લાયક પુરુષ પાંચ વર્ષ ના બાળકને લઈને ભગત શ્રી અમરાબાપા ના ઘર આશ્રમે આવ્યા અને અમરબાપા ના ધર્મ પત્ની શ્રી રાજીમાતા આગળ આવી ને કહયું કે, તમને મહા પુરુષો નું વચન છે કે તમારે ત્યાં કોઈ મહાપુરુષ પાકશે. તો તે વચન વિચારી બાળકને તમે રાખો. તે તમારી કુખ ઉજાળશે અને ગઢપણ પાળશે. તેમ કહી તે બાળકને મુકીને તે તો ચાલ્યા ગયા. પણ કોનું બાળક ? કોણ આપી ગયું ? ક્યાંના રહીશ ? કંઈક જાણવા પાછળ દોડ્યા પણ તે પુરુષ નો પતો લાગ્યો નહિ. ત્યારે ભગત શ્રી અમરાબાપા કહે છે સતી ! તો કોઈ અલોકીક વાત બની ગઈ ! વર્ષ પહેલા આપને ત્યાં પધારેલા ચિત્રોડ ના સંત શ્રી ખાનસાહેબ (ત્રિકમસાહેબ ની જગ્યા ના મહંત) તથા સંત શ્રી બાલકસાહેબ અને સારોદડ વાળા છોટા હનુંમાનદાસજી, જેમને આપના ઉપર કૃપા કરી લહેરમાં આવી આશીર્વાદ આપેલો કે તમારે ત્યાં કોઈ મહાન પુરુષ પાકશે. તે વચન મહાપુરુસો નું કડી મિથ્યા થઇ નહિ. તે વચન વિચારી બાળકને પ્રભુ ની વિભુતીરૂપ સમજી આપણે પ્રેંમથી સેવન કરો.

શ્રી અમરાબાપા ના બંને પત્નીઓ રાજીમાં અને ગોંરીમાં બાળકના ગડ ગુમડ વાળા શરીર ને બે વખત નવડાવી. દવા લગાડતા અને ખુબ પ્રેંમથી રાખતા. રાજીમાં બાળકને નવડાવે છે અને પ્રભુના ગુણાનુવાદો ગાતા જાય છે. જે બાળક ને હીરો મારો સાચો હીરો કહીને સંબોધતા. તે હીરો કહે છે, માં, માટીનો ધડો તેને ગમે તેટલો ધોઈએ તોય તે માટી તે માટી રહેવાની તે કઈ સોનું થોડું બને છે ! પણ માટી પાકી ઠીકરું બન્યું એટલે ધોવા છતાં ઓગળી જાય કા માં.

રાજીમાં કહે છે હીરા આવું તને ઉમરે કોણે શીખવ્યું હીરો કહે, માં આમાં શીખવા જેવું છે શું ? આંખ ને જોવા નું શીખવવું પડે છે? કાન ને સાંભળવાનું શીખવવું પડે છે? તમે જ્ઞાન તો સર્વમાં સ્વયંભુ છે. તેમ શીખવવાપણુનથી. તેમ તેવી વાતો કરી રાજીમાં બધી વાતો ભગત શ્રી અમરાબાપાને કહેતા. તેના ઉપર થી ભગત દંપતી તેમને પૂર્વના કોઈ મહાપુરુષના અવતાર તરીકે માનવા લાગ્યા. એમ કરતા કરતા થોડું વાંચતા લખતા જેવું શીખ્યા. યાદગીરી એવી જોરદાર કે એક વખત સાંભળે , શીખે કે જુવે ત્યાં યાદ રહી જાય અને શીખી જાય. તેમ કરતા દસ અગિયાર વર્ષની ઉમર થઈ. ઘર માં ખુબ ગરીબી, મહેમાનવાળું ઘર એટલે અતિથી સત્કારમાં કઈ કામકાજ થઈ શકે નહિતે સંજોગોમાં પછી હીરા ભગતને અમરાબાપા વણકરી કામ શીખવાડવા લાગ્યા પોતે ખુબ ખંતથી કામમાં ધ્યાન દેવા લાગીયા. વણકરી કામ ના તાર ની સાથે દિલના તાર મળવા લાગ્યા અને તબુરના તાર ની જેમ મેળ થવા લાગ્યો. તેઓ ગાતા કે,

તાર મેં એક તાર મીલત હે જરમજરા;
ઔર શિકાર પર લેર લાગી લરમલરા;
શીગી વાગી સુનમાં, વેણા નાદ સુણાય;
નોબત વાગી નામની રે ત્યાં ઝાલરી નો ઝણકાર;
ખંજરી વાગી રે અહો ઘટ માઈ........

તે વાણી અમરાબાપા બોલતા ત્યારે બાપુ બાળક સાહેબે તે વાણી ગવરાવી તેમાં થી સત્સંગ આનંદ આપેલ તે બચપણ માં હિરસાગરબાપાએ સંભાળેલ. મોટી ઉમરે તે વાણી સિતાર માં બહુ પ્રેંમ થી ગાતા.
સદગુરુ મળ્યા પહેલા પણ હિરસાગરબાપા માં વિશ્વાસ ની ભક્તિ હતી. પૂજાપાઠ, ધ્યાન ધારણા માં ખુબ એકાગ્ર બની જતા તે જોનારા લોકોને પણ ખુબ આશ્ચય થતું અને તેમના પર પ્રેંમ થતો. ધીમે ધેમે વણકરીનું કામ બરાબર શીખી લીધું અને સારા કારીગર બની ગયા. બાર તેર વર્ષની ઉમરે વણકરીનું કામ કરતા જાય અને અમરાબાપા પાસેથી સત્સંગ ભજન પણ સંભાળતા જાય. હરી નામનો મહિમા સમજી પોતે દિલ થી નિર્ભય બની ગયા. તેમજ જ્યાં ચૈતન ચાલે છે. તે પોતે ઈશ્વર નું રૂપ છે તેવું મનથી મનાય ગયું. એટલે જંગલ જેવા માં આવાસ ( રહેણાંક ) અને દિવસે પણ ઘર માં નાગ આંટા મારતા હોય, બેસવા આવેલ ભાઈઓ ડરીને ભાગી જાય. ત્યારે હિરસાગરબાપા તો હજુ બાળક કહેવાય છતાં પણ નિર્ભય થી તે નાગ ને પકડી બહાર મૂકી આવે અગર આસપાસ ફરવા દિયે તેનું નામ....

કાળ કર્મ સ્વભાવને જીતવો, ધરવો નહિ મનમાં ક્રોધ;
સમાનપણે સમાનપણે સર્વમાં વર્તવું, મેલી દેવા મનનો વિરોધ.

તે ગંગાસતી ની વાણી ની કડી પ્રમાણે દિલમાં સમાનતા આવી કહેવાય, તેનો મનથી વિરોધ માટી જાય છે. ત્યાં હિંસક વૃતિ ઉપજતી નથી. તેવા તેવા ભાવો આવા યોગ ભ્રષ્ટ આત્માઓ માં સહેજે સહેજે પ્રગટે છે. શરદ પૂનમ ની ગળતી  રાત છે ઈ પ્રકૃતિ  દેવી નિર્મળ  શાંત પ્રકાશી રહી છે. જગત જંજાળ જંપી ગઈ છે. કોઈ હર -  ફર નથી. કોઈ  અવાજ નથી સુમ સામ રાત્રીના ગાઢ નિંદ્રા ના સુખમાં જીવમાત્ર ગરકાવ છે. તેમાં જાણે અઘોર વનમાં નિરવ શાંતિમાં ઉડે ઉડે કોઈ મુદુ સુર થી મીઠી મધુરી બંસી બજાવી રહયું  હોય તેવા સ્વર સંભળાય છે.  પણ બજાવનારો દેખાતો નથી તે બંસી  થી ધાયલ બનેલો મુગલો તે સ્થાનને, તે મૂર્તિને જોવા ને કેમ ઘેલો બને, તેમ પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર કિરણોમાં અજવાળી રાતના નિરવ શાંતિમાં એકલ તારા અને મંજીરાની મસ્ત રાગીણીમાં કોઈ મસ્તરામ દિલના દર્દીના દર્દ ભર્યા અવાજમાં થઇ રહેલ ભજન લલકારમાં ભકતરાજ શ્રી હીરસાગરબાપા  નો આત્મા જાગી ઉઠયો અને ન સમજાય તેવું હૃદયનું અકળ ખેચાણ થવા લાગ્યું. ઝટપટ ઉઠી જે દિશા માંથીઆ સ્વર સરવાણી આવતી હતી એ તરફ  ચાલવા માંડ્યા.

પતાલીયા નદીના કાંઠા  ઉપર વાંકાનેરમાં હનુમાનપરામાં શ્રી કરમશીબાપા કરીને જાતે પ્રજાપત ત્યાં રહેતા હતા. શ્રી કરમશીબાપા શ્રી રવિભાણ સંપ્રદાયના (રામ કબીર પંથમાં) શ્રી મોરારસાહેબ ની પરંપરામાં આણંદરામ ના શિષ્ય હતા. તે વાંકાનેર થી રાજકોટમાં જુના કુંભારવાડામાં પોતાના ભાણેજ જમાઈ તુલશીભાઈ કુંભારના ઘરે પધાર્યા હતા. જે કુંભારવાડો હાલ તિલક પ્લોટ,  મોચીબઝાર ના નામ થી ઓળખાય છે ત્યાં વણકરવાસ ની પાછળ આવેલ હતો. ત્યાં રાત્રીના સમયે ભકતરાજ શ્રી કરમશીબાપા એકલતારો અને મંજીરાની સાથે દિલનો તાર મીલાવી મહાન અમૂલ્ય સમજણ વાળી વાણી ગાઇ રહેલ હતા, ત્યાં હીરસાગર બાપા તેની નજીકમાં જઈ  શબ્દરૂપી સાચા મોતીનો એકાંતે આહાર કરવા લાગ્યા તે મોતી કેવા હતાં ?

તાર મેં એક તાર, મિલત હે જરં મજરા ;
ઔર શીખરપર લેર લાગી, એક લરંમલરા ;
સીંગી વાગી શુનમાં ને, વીણાનાદ સુણાય ;
નોબત વાગી નામની ત્યાં, ઝાલરીનો ઝણકાર; 
ખંજરી વાગી રે, અહો ખંડ માંય......ટેક 

આ વાણી હીરસાગર બાપા સાંભળતા જાય છે અને મનોમન તેના અર્થ કરી મનને સમજાવે છે, અને પોતાને એમ જ થાય છે કે આ ભગતરાજ મને જ બધું કહી રહ્યા છે. તેમ વિચારી એકદમ દોડીને સદગુરુ દેવ શ્રી કરમશીબાપા ના ચરણ માં પડીને વિનંતી કરે છે, કે બાપા ! આખો દિવસ કામકાજ કરતાં થાક લાગે અને થાક લાગતા ઉંઘ આવે, એટલે આખી રાત સુઈ રહું છું. તે તમારી વાત સાચી છે. આમને આમ અડધી જીંદગી તો મારી સુવામાં અને અડધી આ પેટની ડબરી ભરવામાં જાય તો આ મનુષ્ય દેહ મળ્યો છતાં જીવ અંધકાર માં અટવાય, તો આપની વાત સાચી છે કે જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે.

આ દર્દ ભરેલી વાણીમાં વૈરાગ્ય સભર હૃદયના ઉંડાણના શબ્દો આ બાળકના મુખથી સાંભળી સભા સ્થિર થઇ ગઈ. શ્રી કરમશીબાપા એ તે બાળકને ઉઠાડી છાતી સરસો ચાંપી, માથે હાથ ફેરવી કહ્યું કે, બેટા ! આ દેહની ઉંધ તો મનુષ્યો તેમ જ પ્રાણી માત્ર ને સુખકારી છે, બાકી તજવા જેવી મોહ રૂપ અજ્ઞાન નિંદ્રા મહાપુરુષો ના પ્રત્યક્ષ સત્સંગથી મટે છે અને હું કોણ છું ? તે સ્વરૂપ ની સાચી ઓળખાણ તે ખરી જાગ્રતી. તે સમજણ કરવી તે તમારા જેવા કુમળા હૃદયમાં (કોરી સ્લેટ સ્લેટ) ધણુ સહેલું પડે છે તે નિજ ધટની ઓળખાણ ની વાત છે.  

મુળ પુછું હું તો રે, જ્ઞાની મુનિ ગોતો ઘટમાં ;
                                                                                       બતાવી દયો સહેલું રે, જાવું ન પડે પરમાં ......ટેક

જુવો હીરા ભગત, આ ધીરાજી મહાત્મા કહે છે કે હે જ્ઞાની મુનિઓ ! તમે દયા કરી સહેલું બતાવી દીયો અને જે તત્વ ને ગોતવા અમે મથી રહ્યા છીએ તે તત્વને ઘટમાં પરખાવો. અમારે બીજે ક્યાંય ભટકવું ન પડે. પણ જ્યાં જુવો  ત્યાં જેમ બને તેમ છેટું અને અતિ મોંધું બતાવાયું છે એટલે છેટું છેટું કરતાં ભટકાર નું કારણ ખોટો ભ્રમ છે. 
ભ્રમ કેરું  તમે મુળ કહો, પંડિત પુરાણી સુજાણી ;
પુરાની વૃથા ન ભાખો, નથી નથી તમે અજાણ ;
મુળ મારે જોઈએ રે..... તંત નથી કાઈ તર માં મુળ       

જે અજ્ઞાન અગર ખોટો ભ્રમ થયો છે અને જે થકી જન્મ મરણ થયા કરે છે અને સત્ય સમજાતું નથી. તે ભ્રમ નું મુળ શું છે ? તે મુળ  તમે બતાવ્યો. તમે શાસ્ત્રો પુરાણો ના અભ્યાસી છો. એટલે ભ્રમ નું મુળ શું છે ? તે તમે જાણી શકો છો મારે તો ભ્રમ નું મુળ અને તેનું પણ મુળ જોઈએ તે તર એટલે તત્વ તેમાં કોઈ તાણાવાણા નથી.

મારા ગુરૂએ  મને બતાવ્યુ, તમે નવ બોલો જે વાર ;
તે વારે હું કહી દઉં વહેલો, સમજી લેજો સૌ સારા ;
સાહી રાખો સાંઈ રે.... પેસી જાય મન દરમાં.... મુળ 

સદગુરૂ દયાળુ કહે છે કે તમે તે ભ્રમના મુળને જાણતા ન હો અને તેને માટે તમે કાઈ ન કહો તો હું તમને તુરંત કહું છું કે તે સારને તમે મારા વચનથી સમજી લેજો, કે પ્રત્યક્ષ સ્વરૂપ સદગુરૂદેવ પોતે સાંઈ સ્વરૂપ છે તેને સ્મરણમાં રાખો તો જ ભ્રમના મુળ રૂપે '' મન '' છે તે મન અંતમુર્ખ બની જાય.

ભ્રમ કેરૂં જે મુળ પુછ્યું, તે હું મન માનું નિર્ધાર ;
મારે અને મારા ગુરૂને મતે, ભલો ભરાવ્યો ભાર ;
તાર કાઢી જોયો રે.... આવ્યું સત્ય એ કર માઈ..... મુળ 

 સર્વ ભ્રમનું કારણ મન છે તેવું ગુરૂ વચને નક્કી થયું સર્વ ભ્રમણા અને ભટકારનું કારણ આપનું મન છે તે મન થી પણ સમજાયું. તે સાર કાઢી જોયો ત્યાં તો. મનથી પર જે તત્વ છે તે નિરંતર સત્ય છે તેના આધારે જ મન કામ કરે છે તે શુદ્ધ ચૈતનરૂપ પોતે સાર રૂપ છે.

ભ્રમ નું મૂળ મુળ જયારે મને જણાયું, ત્યારે સુજયો સીધો ઉપાય ;
બલિહારી ગુરૂદેવ છે તમને, ધીરો હીરો મહાકાય ;
છે સહેલામાં સહેલુરે.....ન ગોતવું અવરમાં..... મુળ 

ભ્રમનું મુળ મન છે, તે વાત નક્કી થઇ ત્યારે સીધો ઉપાય સમજાયો. તે સીધો ઉપાય એટલે મનનો ભ્રમ ટાળી  એક જ શુદ્ધ ચૈતન સ્વરૂપી પ્રાણત્મામાં મન અંતરગત કરવું. મન તેમાંથી ઉત્પત્ર થયું છે. તે મન તેમાં સમાતા આત્મા સ્વરૂપી હીરો  જાય છે. પણ તે કરાવી દેનાર સદગુરૂદેવ સંતની બલિહારી છે, સદગુરૂદેવ ની સમસ્યા મળતાં જે મન ભ્રમથી જગત માં ભમતું હતું. તે પોતાના ઘરમાં સ્થિર થયું. એટલે જેમ છે તેમ પરખાઈ જતાં બહું સહેલું થઇ ગયું.

આ સત્સંગ સાંભળી હીરાભગત એક્દમ સદગુરૂદેવ સંત શ્રી કરમશીબાપાના ચરણે વળગી પડ્યા અને ચોધાર આંસુથી શ્રી કરમશીબાપા ના પગ ધોઈ નાખ્યા. અને કહે છે કે, હે બાપા ! મને જ તારમાં એક તાર મળી જવાની આપે વાત કહી એ મર્મ ભેદ કૃપા કરી મને સમજાવો. હું તમારૂ અબુધ નાનું બાળક છું. પણ આજે આપના કુદરતી રીતે મારું મન આપનામાં ઠરે છે. મનમાં અતિ હર્ષ અને પ્રેમ થાય  છે.

શ્રી કરમશીબાપા કહે છે ભાઈ તું બાળક છો. હજુ તું આજે જ સત્સંગમાં આવેલ છો  થોડો સમય સત્સંગ કરો અને સમજણ પૂર્વક ગ્રહણ કરો તો સારૂ. હીરાભગત કહે છે બાપા, હું બાળક છું દેહે કરી ને તે વાત આપની ખરી છે, પણ હું દેહ નથી. તે આપના જ્ઞાન થી સ્પષ્ટ સમજાયુ છે. તો જે હું છું તેને કોઈ અવસ્થા લાગુ પડતી નથી. પણ બાપા મારે એટલી પણ બુદ્ધિ ને કસવાની ક્યાં જરૂર છે ? હું તો એટલું સમજુ છું કે આપ મહાપુરુષના દ્રષ્ટીના ફળ લાગે છે તો મતે અબુધ અજ્ઞાન બાળક જાણીને મારા ઉપર કૃપા દ્રષ્ટી કરો.  તેથી મારા સર્વ કાર્ય સિદ્ધ થઇ જશે. સર્વસ્વ સુખ, અખંડ આનંદ સદગુરૂ કૃપામાં છે.

બાર  ચૌદ વર્ષની ઉમરના બાળકમાં સમજણ, આવી અડગતા અને નિર્ભયપણું જોઈ શ્રી કરમશીબાપા ને આ બાળકમાં એકદમ ભાવ થયો અને હૃદયથી ભેટી પડ્યા. પછી તો બહાર જતા આવતા તે તુલસી ભગત ને ત્યાં શ્રી કરમશીબાપાના દર્શન કરવા ચુકે નહિ. તેમ જ રોજ રાત્રીના સમયે પ્રેમથી સેવા અને સત્સં કરતા હતા. એક રાત્રીએ ચાર વાગ્યા સુધી બેઠા હતા હીરાભગતમાં વિવેક, વિચાર તથા સંસારમાં વૈરાગ્ય તથા જ્ઞાનની સુઝ જોઈ શ્રી કરમશીબાપાને તેમના ઉપર ભાવ થયો. અને એકાંતે સામે બેસાડી અજંપા ધ્યાન આપ્યું. તેમાં નિજ સ્વરૂપની ભાન કરાવી.

સદગુરૂએ શબ્દ સુણાવિયો, રણુકાર ઉપજાવ્યો રાગી ;
તખત ત્રિવેણીની તીર ઉપર, મોહન મોરલી વાગી ;
તેણે મારી ભે ભાંગી...... ગુરૂ ભે ભાંગી  

શબ્દ બ્રહ્મ નાદ સ્વરૂપે પરખાવ્યો. તેમાં ચિત ક્ષણભાર સ્થિર થયું, ત્યાં તુરંત જ રણુકાર બ્રહ્મનાદ ઈશ્વર નો અવાઝ સમભાયો  કે તુરંત જ મન સ્થિર થઇ ગયું. જે  મનને સ્થિર કરવા સાધકો કંઈક કષ્ટદાયી તપસ્યાઓ કરે છે. તે મન સદગુરૂએ દ્રષ્ટી આપતા જ સ્થિર બની ગયું.  

દયા કરી મન ડોલતું રાખ્યું, તુશના મેળવી ત્યાગી ;
સદગુરૂ આગે શીષ નમાવ્યું, બાવડી પકડી લીધી મારી.
ખરેખર તે વાત પ્રગટ પરખાની કે સદગુરૂની કૃપા દ્રષ્ટી માત્રથી જ મનનો ભટકાર મટી ગયો.

અજંપા ધ્યાનથી હીરા ભગત તુરંત એકાગ્રતા ને પામ્યા અને તે ધ્યાનમાં કોઈ અનોખી મસ્તીથી રહેવા લાગ્યા શ્રી કરમશીબાપા કહે ! ભાઈ હીરા, તમારૂં કોઈ પૂર્વનું આ પ્રબળ ખાતું છે. ઘણા  જન્મની કમાઈ છે, નહિતર આ સુરતા એકાગ્ર બની શકે  નહી. તમે અને અમે સર્વે આ એક મુકામ પર ભેળા થયા છીએ તે પણ સદગુરૂ પરમાત્માની પ્રબળ કૃપા છે ( શુંન  એટલે શ્વાસ ઉસ્વાસ ) ત્યાં કોઈ  જીત્યા મરજીવા શુરવીર સંત સુરતાના દ્વારથી તે સ્વરૂપનો આનંદ લઇ શકે છે. તે શુરવીર સંત યુદ્ધ વિના મનોવિકાર નો નાશ કરી શકે છે, તેમ માયાના પ્રપંચ સાથે યુદ્ધ વિના જીત કરી શકે છે. પ્રપચો પરજીત મેળવી અંતરમાં બ્રહ્મ સ્વરૂપની પિછાન માટે માર્ગમાં જે વિઘ્નો  હોય તે સર્વને વટાવી જાય છે.

હીરાભગત કહે છે ગુરૂ મહારાજ ! આપની આપની વાત સત્ય છે. અત્યાર સુધી મારૂં મન કઇક અગમ્ય ખોજ ! અને ખોજ કેમ કરવી ? તે બંને વાત આપના મળવા માત્રથી સમજાય ગઈ. હવે ખરેખર જાણે મનને તૃપ્તિ થઈ ગઈ હોય તેવી નિરાંત લાગે છે.

તે પછી શ્રી કરમશીબાપનો નિત્ય સત્સંગ મિલાપ ચાલુ રહ્યો સત્સંગ થી દીન પ્રતિદિન  દ્રઢ વૃતિ થવા લાગી. અને કામ ધંધા માં ચિત બરાબર લાગતું નથી. વણકરી કામ ઉપર બેસે તો પણ ધ્યાનની  દ્રઢતાને લીધે તદાકાર બની જતાં. વળી અમરાબાપા કહે કે ભાઈ, શું તને કામ કરતાં કરતાં ઉંઘ આવી જાય છે તેમ કહી જાગ્રત કરી વળી કામે લગાડે. પણ ચિતનો પ્રવાહ જ બહારને બદલે અંતર માં વહેવા લાગ્યો. એટલે સંસારીક વ્યવસાય કાર્ય  માંથી ચિત જ નીકળી ગયું, તેમ ભક્તિ પરાયણ ભજન ધ્યાનમાં સાતેક વર્ષ સુધી એક ધારા રહી ભક્તિયોગ, રાજયોગ સિદ્ધ કર્યો. અને સદગુરૂદેવની કૃપાથી આત્મા સિદ્ધ ને પામ્યા.

પરમ પૂજ્ય શ્રી હીરસાગરબાપા તથા તેમના ધર્મ પત્ની શ્રી પાલુમાં


ત્યારે ભક્તરાજ શ્રી અમરાબાપાની નાની એવી પર્ણકુટી માં જગત પ્રકૃતિ થી પર એવી અલખ ધણીના આરાધક શ્રી હીરાભગત ને સમાધિ સમાધિ  જેવી એકાગ્રતામાં બેઠેલા જોઈ, ભક્તશ્રી અમરાબાપા ને આનંદ અને શોક બન્ને થયા. આનંદ સંતના  શબ્દો યાદ આવીયા. સંતોએ વચન આપેલું કે  તમારે આંગણે કોઈ મહાપુરૂષ પાકશે. તે પ્રમાણે અહી પ્રગટ દેખાતું હતું. આ ઉંમરમાં આવી સમજણ સાથે ભક્તિ જોઇને આનંદ થતો હતો અને વ્યવહારીક સંસારિક દ્રષ્ટિએ જોતા એમ લાગતું હતું કે હવે આ બાળક ગૃહસ્થાશ્રમ નહીં કરે. અને ત્યાગી થઇ જતો રહેશે. તે વિચારે મનને શોક થતો હતો. સૌ સબંધીઓ મળીને હીરાભગત નો સર સંબંધ કરી, તેનું ધ્યાન ગૃહસ્થાશ્રમ તરફ દોરવા પ્રયત્ન કર્યો, પણ જેને સર્વ અવસ્થા કે સ્થિતિમાં એક સરખું જ ધ્યાન લાગતું હતું. અને સદગુરૂ કૃપાથી અને નિજ જ્ઞાનથી ક્યાંય બંધન જેવું જેને લાગતું  નથી. કારણકે વિધ વિધ વ્યવહારો કરતાં, સધળું કર્તા છતાં અકર્તા.
દોર ઉપર જેમ સુરતા નટ ચુકે નહીં  ; 
જ્ઞાની જ્ઞાન દશા ની દોર ચુકે નહિ.
તેવી પોતાની મનોદશા હતી. એટલે સર સંબંધને માટે ભાઈઓ તથા શ્રી અમરાબાપા જે કાઈ પ્રયત્ન કરતા હતા તેમાં પોતે હા કે ના કાઈ બોલતા નહીં  અને દ્રષ્ટાભાવે રહેતા હતાં.

અમરાબાપા તથા કુટુંબીજનો એ શ્રી હીરસાગરબાપા ને ગ્રહસ્થિ બનાવવા સગા કુટુંબ માં કન્યાની ગોતણ આદરી પણ પૂર્વની કમાઈ આ ઘરે કોઈ આવી સકે નહિ. પૂર્વના યોગે ભગતને  યોગ્ય કન્યા ગોંડલ પાસે વોરા કોટડા ગામની અંદર સગા સબંધે ભાળ મેળવી,  ત્યાં મેઘજીભાઈ મેઘવાળ શાખે ચાવડાની દીકરી પાલુબાઈ, જે બચપણથી  સાધુ સંતોની સેવામાં પરાયણ રહેતા કંઈક ભક્તિ ભાવના સંસ્કાર મેળવેલ હતા.  તેમની સાથે સગપણ  કરીને અમરાબાપા એ ખુબ ધામ ધૂમ થી લગ્ન કર્યા, ત્યારે હીરસાગરબાપા ની ઉંમર અઠાર વર્ષની હતી. જીજ્ઞાસુ, જે ભક્તિ કરે છે, જેને બચપણથી ભક્તિનો રંગ લાગ્યો છે તેવા સાધકને જીવનના પલટતા રંગો માં કદાચ ભક્તિમાં ઓટ આવે છે. એટલે ભક્તિ ઉપર ત્રણ મોટી ઘાત છે. એક લગ્ન જીવનમાં પ્રવેશતા કદાચ ભક્તિ ભૂલી જાય છે. બીજું નિર્ધન હોય અને એકાએક પુષ્કળ ધન મળી જાય તો ભક્તિ ભૂલી જવાય અને ત્રીજું અતિ ધનવાન હોય અને એકાએક નિર્ધન બની જાય ત્યારે ભક્તિ ભૂલી જવાય. આ ત્રણેય ધાત માંથી જે ઉગારી જાય તે માયા પ્રૂફ બની ગયેલ સાધુ. 

સુખ દુઃખમેં આનંદ અહેવે, હરદમ હરી ગુણ ગાવે ;
સાધુ ઓ નર હમકુ ભાવે .......... 
 તે પંક્તિ મુજબ બાપા હીરસાગરનું મન લગ્નગ્રંથી થી જોડાયા છતાં દયાન ધારણામાં મુજ્બુત રહયું અને દિન પ્રતિદિન ભક્તિનો ભાવ વધતો રહયો અને બ્રહ્માનંદમાં લીન રહેવા લાગ્યા પૂજ્ય શ્રી હીરસાગરબાપા નું સસરાનું ગામ વોરાકોટડા ગોંડલ પાસે, ત્યાં અવાર નવાર પોતે વ્યવહારિક કામે જતાં અને એકાદ બે દિવસ રોકાતા પણ ખરા... વોરાકોટડા ગામ ખૂબ જ નાનું કોઈ સત્સંગ પ્રેમી માણસ નહિ. એટલે પોતે રોકાય ખરા પણ પોતાને મજા આવે નહીં.  કારણકે જેને હે વ્યસન તે વસ્તુ મળે તો જ આનંદ આવે. સત્સંગ વિના મન ઉદાસ જેવું રહે. તેમાં એક વખત બાંદરા ગામના વણકર ભાઈ કરસનભાઈ દાફડા, જે રાજીમાં ના સગા કુટુંબના હતા, તે વોરાકોટડા આવ્યા અને પૂ. શ્રી. હીરસાગરબાપા ને મહેમાન તરીકે આવેલ જોઈ તેમને બાંદરા આવવા પ્રેમથી આગ્રહ કર્યો. તેથી બાંદરા ગામે કરસનભાઈ દાફડાને ત્યાં હીરસાગરબાપા પધાર્યા અને રાતને વખતે સૌ ડાયરો કરીને બેઠા. હીરસાગરબાપા એ સત્સંગની શરૂઆત કરી. વણકર ભાઈઓ દસ - પંદર પ્રેમીજનો શાંતિથી બેઠા. પણ હીરસાગરબાપા ની અખંડ અમૃતવાણી, અતુટ પ્રવાહ અને ઝટ પાઈ દેવાની લગનીમાં સવાર ના ચાર કેમ વાગી ગયા ? તે કોઈને ખબર પણ પડી નહીં.

સવારે સૌ પૂજ્ય શ્રી હીરસાગરબાપા ને ઘેરીને બેઠા. તેમાં સાચા જિજ્ઞાસુઓ અને ભાવોભાવ ના ભક્તિના ખાતેદાર હંસો પોતાને દેખાયા એટલે તે દિવસે પણ પોતે રોકાઈ ગયા દિવસે પણ ઘરે ઘરે ફરી, ચા પાણી પીઈને સત્સંગ નો દિવ્ય પ્રવાહ ચાલુ રાખ્યો. 

તે સૌ ભાઈઓમાં સર્વોપરી ખોજ્વાળા, મહાપુરૂષના માર્ગને ગોતવાવાળા પૂજય શ્રી ઉગારામબાપા તથા લીંબારામબાપા તે બે ભાઈઓ હતાં. આ રાત્રે શ્રી લીંબારામબાપા ને ત્યાં સત્સંગ ની બેઠક રાખી અને સત્સંગ ચાલુ થયો. તેમાં પૂજ્ય શ્રી હીરસાગરબાપા કહે છે કે ભાઈઓ આપણે અભણ અને અબુજ પ્રભુના ગરીબ બાળકો છીએ. માતાને જેમ નાનામાં નાના બાળકની વધુ માં વધુ ચિંતા છે અને માતા વધારે ને વધરે દેખભાળ રાખે છે તેમ આપણે ઈશ્વરના નાના માં નાના બાળકો છીએ, તે આપણી વધારે માં વધારે દેખભાળ રાખે છે. જે આપણા મતને, આપ આવડતને પડતી મુકી સંત સદગુરૂ ના વચન પ્રમાણે જરાપણ તર્ક કર્યા વિના ચાલે છે તે જીવ નિર્બળ બને છે સર્વે સંત પુરુષો કહે છે કે તું તારા સ્વરૂપ ને જાણ અને સર્વ ભ્રમણના ભટકારને છોડી દે. પણ તેવું સરળ અને સહેલું બતાવનાર સદ્ગુરુ મળે તો આટી છુટે. ભાઈઓ એવા સદગુરૂ મને મળ્યા છે અને તેમની કૃપાથી મારા હૃદયમાં ગુપ્ત જ્ઞાન સ્વરૂપે ઉભરાય છે અને મને લહેર આવે છે. 
અનહદ    
સદગુરૂ સંત શ્રી હીરસાગરબાપા સંત પરંપરા નો અમર આંબો 






UNDER CONSTRUCTION