મંગળવાર, 10 મે, 2011

શ્રી રામજીબાપા ગુરૂ હીરસાગરબાપા - રાજકોટ

સદગુરૂદેવ શ્રી કરમશીબાપા ની જય હો.                  પૂજય ગુરુદેવ શ્રી હીરસાગરબાપા ની જય હો. 


પરમ પૂજ્ય શ્રી રામજીબાપા નું જીવન કવન  
પૂજય શ્રી રામજીબાપુ સંત શ્રી હીરસાગરબાપા ના જયેષ્ટ પુત્ર હતાં. અને શ્રી હીરસાગરબાપા ના અંતીમ વહાલ સોયા શિષ્ય પણ હતા. તેઓ ફાગણ સુદ-(બીજ) ને મંગળવાર ના તા.૧૫-૦૩-૧૯૯૪ ના રોજ પ્રાત:કાળે સવારે ચાર વાગ્યે સદગુરૂ ના ચરણોમાં મહા સમાધિ માં લીન થયા છે. હાલ આપની વચ્ચે દેહે કરીને નથી. તેમને આશ્રુભીની શ્રદ્ધાંજલી રૂપે તેમના જીવન અને કવન તેમના જ્ઞાન અને સંદેશ આપણ ને કાયમ પ્રકાશ આપતો રહેશે. તેમના જીવન અને કવન અંગે આપનો સત્સંગ સમાજ માં કોઈ અજાણ નથી. તેમની બચપણ ની ભક્તિ હતી. તેઓ શ્રી હિરસાગરબાપા ના જ્ઞાન અને ધ્યાન ના વારસદાર તરીકે ગુજરાત આખું જાણે છે. તેમને બહુ નાની વયે શ્રી હિરસાગરબાપા એમના નામવચન, મહામંત્ર ની દીક્ષા આપી હતી. શ્રી હિરસાગરબાપા પોતાનો દેહ છોડવા ના મહિના અગાઉ ઘરમાં કુટુબીજનો અને શિષ્ય પરિવારને જાણ કરેલ. ત્યારે શ્રી ઉગારામબાપા, શ્રી લીબારામબાપા અને શ્રી ગોવિંદરામબાપા વગેરે પૂજ્ય શ્રી હિરસાગરદાદા ને વિનંતી કરેલ કે દાદા ભક્તિ, જ્ઞાન નો લાભ આપના બાળકોને પણ આપો તો સારું રહેશે. અમો આપના પરિવાર નું ઘ્યાન રાખીશું. સમયે શ્રી હિરસાગરબાપા સહમતી આપી ને કહયું ભલે ભાઈઓ સમય અને પળ આવશે તો જરૂર હું મારી શક્તિ તેમાં રેડીશ. તે પછી પૂજ્ય હીરસાગરબાપા   એમના શ્રીમુખે સતનામ ની પ્રસાદી આપેલ. પછી તો જેના આવા સમર્થ સદગુરૂ મહારાજ મળતા નાની વયે શ્રી રામજીબાપા જ્ઞાન ઘ્યાન અને ભક્તિ માર્ગે વળી ગયા હતા. શ્રી હિરસાગરદાદા શ્રી ઉગારામદાદા, શ્રી લીબારામબાપા અને શ્રી ગોવિંદરામબાપા ને ભલામણ કરી હતી કે, જુવો ભાઈ રામજી હજુ તો નાનો છે માટે કઈ ભૂલે તો તેમને વાતની યાદી અપાવી દેશો. પરંતુ શ્રી રામજીબાપાની યાદ શક્તિ બહુજ સારી હતી અને જેના બચપણ થી ઘર નું વાતાવણ ભક્તિમય માં રહતું નિત્ય સવાર સાંજ સત્સંગ નો મહાપ્રસાદ પૂજ્ય દાદા ના શ્રીમુખ માંથી નીકળતો દીવ્યસત્સંગ નો લાભ ખુબજ મળેલ પછી દાદા ની અમૂલ્ય મહા મંત્ર નો પ્રસાદ મળીયો એનું શ્રી રામજીબાપુ રાત દિવસ સમરણ કરતા નાની વય હોવા છતાં પોતાના હદય ના તાળા ખુલી જતા સત્સંગ સેવામાં લાગી ગયેલા વાત થી શ્રી લીબારામબાપા અને શ્રી ઉગારામબાપા તથા શ્રી ગોવિંદરામબાપા ને ખુબ સંતોષ અને હર્ષ ની લાગણી થઇ ગયેલી કે હવે પૂજ્ય શ્રી હિરસાગરદાદા ના જયેષ્ટ પુત્ર અને બુંદ શિષ્યા ને સતનામ નો  વારસો  દાદા  ના  આશીર્વાદ થી ફળી ગયેલ છે. પરંતુ નાની વયેજ બાપા ની છત્રછાયા ગુમાવતા માતૃશ્રી પાલુંમાં અને ભાઈ શ્રી કિશનભાઈ અને શ્રી ભોજાભાઈ બન્ને ભાઈઓ નાના હતા તેની જવાબદારી તેમના શિરે આવી પડેલ, તેમની પાસે ગુજરાન માટે કોઈ સાધન હતું. પોતે મજુરી કામેય લાગી ગયા થોડા સમય બાદ સદગુરૂ પરમાત્માએ કૃપા કરી. જ્યાં પુ. શ્રી હિરસાગરદાદા જી..બી. માં કામ કરતા હતા ત્યાં દાસસાહેબ નામ ના અધિકારી કચેરી માં સાફસુફ કરવા માતૃશ્રી પાલુંમાં ને કામેય લગાડયા. શ્રી રામજીબાપા પણ ત્યાં સાહેબ ની ગાડીઓ ને સાફ સુફ કરતા અને માતૃશ્રી પાલુંમાં ને પણ કામ માં મદદ રૂપ થતા મહિને માંડ પેટ પુરતી આવક ચાલુ થઈ હતી. આમ પોતાનો અત્યંત ગરીબી માં જીવન નિર્વાહ ચલાવતા અને સાથે સાથે ભજન સત્સંગમાં રહેવા લાગ્યા. પોતે પાઈ પાઈ બચાવી બાર મહિને પુ.શ્રી હિરસાગરદાદા ની નિર્વાણ તિથી ઉજવતા. અને ગુરુ મહિમા ના ગુણ ગાન ગઈ ને ગુરૂનું નામ વધારતા ગયા. પોતાનું જીવન એક બાજુ ગરીબી, એક બાજુ સત્સંગ પરિવાર, આવ્યા ગયા મહેમાનો ની સેવા અને નાના બંધુઓના ઉછેર કરતા ગયા. પોતાના કાંડાની મહેનત, પસીનો પડી, આશરા ધર્મ ચાલુ રાખીયો. નાની વયેજ પોતાના લગ્ન શ્રી ગૌરીમાં સાથે થયા તેમણે પણ પોતાના પતિ ની સેવા અને તેમના ધર્મકાર્યા માં બરાબર સાથ સહકાર આપી ખુબજ પ્રોત્સાહન આપ્યું. આવો સાથ સહકાર મળતા સત્સંગ સેવામાં અનેરો લાભ તેમને મળ્યો. તેમજ શ્રી રામજીબાપા સદગુરુદેવ ના આદેશ થી નામ વચન ની દીક્ષા પ્રસાદી આપવાનું કામ પણ સારું કરીયું હતું ત્યારે તેમના પ્રથમ શિષ્યા ગામ ઠેબચડામાં શ્રી અમરાભાઈ ગોવાભાઈ સોલંકી હતા. ત્યારબાદ શ્રી નારણબાપા, વાલાભાઈ, મૂળપ્રકાશબાપુ, હરિરામબાપા, ખીમાભાઈ, વસ્તાભાઈ, વગેરે તેમના શિષ્યા થયા ત્યારબાદ ગુજરાત કચ્છમાં ઉતરોતર સત્સંગી પરિવાર માં વધારો થતો ગયો અને શ્રી રામજીબાપુ નું નામ અને ગુરૂ મહિમા વધતો ગયો. અનેક જીવોને આત્મા બોધ આપી જ્ઞાન ભક્તિ માર્ગે લાવ્યા. તેમના જીવનમાં અનેક પ્રસગો બન્યા છે. તે સવિસ્તાર સમય આવ્યે પ્રગટ કરીશું.

"સીધી મળે તો સાધક નીપજે, ધટ ભીતર થઇ અંજવાળા

પંક્તિ અનુસાર પુ. શ્રી હિરસાગરદાદા ના પરમ શિધ શિષ્યા માં અંતિમ શિષ્યા શ્રી રામજીબાપા હતા. રવિભાણ સંપ્રદાય માં રહી જીવનભર નામ વચન ઉપર વિશ્વાસ રાખી જીવનમાં શબ્દો ને ઉતારી લીધેલ અને તેનો સાક્ષાત્કાર કરી લીધેલ. પોતાનું જીવન આમ વ્યતિત કરી. પોતાનો અંતિમ સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ ખુબજ સતસંગ, ધ્યાન વગેરે માં મગ્ન રહેવા લાગ્યા. જેને પરમાત્મા નો સાક્ષાત્કાર થયો હોય અને એવા સમર્થ સદગુરુદેવ માળિયા હોય એવા શ્રી રામજીબાપા એક વખત સદગુરૂ મહારાજ ની બંદગી માં હતા ને આગમ ભાખેલ અને ઘરમાં કહેતા કે, હું જયારે દેહ છોડીશ ત્યારે આપના આંગણે તમામ ઘર કુંટુંબ, સગા સબંધીઓ, સત્સંગ સમાજ ને મળીને જઈશ, આપના ઘણા સંતો છે કે તે બોલે તે થાય સંતો ના વચનનો જરૂર કામ કરે સંતો ધારે તો લેખમાં મેખ મારી સકે છે. સમય વીત્યો ને અચાનક તેમના નાના ભાઈ શ્રી ભોજાભાઈ ના ધર્મ પત્ની નું અવસાન થતા તમામ સબંધીઓ, સગા સ્નેહીઓ, ભાઈઓ, તેમના ખરખરે લોકીકે આવ્યા અને તેમને દરેક ઘર આંગણે મળવાનું થયું. અને કહેતા કે, હવે કોઈ દેહ નો ભરોસો નથી. કચ્છ માં પ્રોગ્રામ હતો ને બાપા ત્યાં ગયેલા ત્યાંરે પણ કહેલું કે હવે મારો છેલ્લો ધક્કો છે. હવે મળવાનું અશકય છે, છેલ્લા ત્રણ દિવસ પહેલા અમદાવાદના સત્સંગી ભાઈઓ લોકીકે આવેલ તેમને બે દિવસ રોકવા પુ. શ્રી રામજીબાપા આગ્રહ કરેલ ને કહયું કે મારેય બે દિવસ પછી કપડા બદલવા છે, બે દિવસ રોકવ તો સારું. તેઓ પણ વિચારવા લાગ્યા કે, બાપા આમ કેમ બોલે છે. એજ રાત્રે નાના દીકરાને સ્વપ્નમાં આવ્યા ને ખુલ્લી વાત કરી કે, હવે મારેય ફક્ત બે દિવસ રોકાવાનું છે. કઈ ઈચ્છા હોઈ તો જણાવજો અને હિંમત રાખજો વગેરે  ભલામણ  કરીઆગલા દિવસે સાંજે શ્રી ભોજાભાઈ ના ધર્મ પત્નીનું નિધન થયેલ તેથી રોજ ભજન, સત્સંગ, ધૂન, ચાલતા . તેમાં રોજ બાપા વચ્ચે ખુરશી રાખી ને બેશે અને આનંદ લેતા અને આવેલા બધા પરિવાર જનોનેય સત્સંગનો લાભ આપતા. બાજુના એરિયા (લાતો) માંથી ધૂનમંડળી ની બહેનો ધૂન ભજનો  ગાઇ  રહયા  હતા. એક  ભજન બે વખત ગવડાવ્યુ અને બાપ ભજન પર સત્સંગ આપેલ ત્યાર બાદ શ્રી રામદેવજી  મહારાજ  ની  એક  સાથે ચાર  વાણી બહેનો  ગાઇ, શ્રી રામજીબાપા ખુબ રાજી થઇ ગયા. ઉભા થઇ ધૂન મંડળીની બહેનોને ખુબ ખુબ આશીર્વાદ આપ્યા. આગલા દિવસે મોટા જમાઈને સાથે બેસાડી રાત્રે ખુબ પ્રેમ થી ભોજન લીધેલું. તેઓ પણ રાત્રે ૧૧ વાગ્યે ઘરે ગયા. અહી ભજન, ધૂન રોજ ચાલતા તેમાં તે પણ આવતા. આગલા દિવસે બાજુમાં ખ્રીસ્તી ધર્મના અનુયાયીઓ અને તેમના ધર્મગુરૂઓ બાપા ના સત્સંગ માટે આવ્યા હતા ત્યારે શ્રી રામજીબાપા બાઈબલ ગ્રંથ પર લગભગ દોઢક કલાક સતત સત્સંગ બાઈબલ પર ખુબ દિવ્ય સત્સંગ કરલે. આદી માં એક અક્ષર હતો તેમ બાઈબલ જણાવે છે. તે અક્ષર બ્રહ્મ કેમ છે ? ક્યાં છે ? વગેરે પર ખુબ વિસ્તાર પૂર્વક વાત કરી ત્યારે આવેલા ખ્રીસ્તી ભાઈઓ બહુજ ખુશ થઇ ગયા અને જતા જતા વાત કરી કે, આવતી કાલે અમારી મીસનરી સાલ્વેસન આર્મી - લંડન ના મુખ્ય વડા શ્રી બેનેટ સાહેબ જે આવતીકાલ રાજકોટ પધારે છે.  
 
પૂજ્ય શ્રી રામજીબાપા સમાધી પ્રાસંગિક ફોટો શ્રી બેનેટ સાહેબ લંડન તથા શ્રી દેવજીબાપા - ગુરુદ્વાર
બાપા આપ રજા આપો તો સત્સંગ તેમની સાથે કરો તો જેમના નેજા હેઠળ આખી દુનિયામાં લાખો ની સંખ્યા માં મિશનરી ચાલે છે, ભારત માં હજારો લોકો સંસ્થા સાથે જોડાયેલા છે. સંસ્થા માનવ કલ્યાણ સેવા નું કાર્ય કરે છે. એમની સાથે રાજકોટ શાખા ના વડા શ્રી વિનોદરાય સાહેબ, તથા મિશનરી ના સભ્ય હતા. સત્સંગ તેમની સાથે બાપા આપ કરો તો તેમને મજા આવશે. અમો તેમને લઈને આપ કહો તો આવીએ. બાપાએ તેમને ૧૧ વાગ્યે આવવા મંજુરી આપી. બીજા દિવસે તો બાપા સમાધિ લીધેલ હોવાથી તેઓ જોઇને નવી પામ્યા. આવેલા સાલ્વેસન આર્મી - લંડન ના મુખ્યવડાએ બાપની સમાધિ સાથે ફોટા લીધા હાર તોરા કર્યા. અને પ્રાથના કરી અને ધન્ય પોતાનેય માન્યા. સમયે પુ. શ્રી લાભુદાદા,અને પુ. શ્રી ભાલારામબાપા પણ હાજર હતા.

આમ આવા પ્રસંગો બન્યા હતા. પોતાની અંતિમ સમય ની વાત કરીએ તો તેઓ રાત્રે બે વાગ્યા સુધી સત્સંગ કરેલ. છેલ્લે બધા પોત પોતાના ઘરે ગયા. ત્યારે શ્રી ભોજાભાઈ અને તેમના દીકરા દેવજીભાઈને આંગણામાં બેસાડ્યા અને આનંદ થી વાત કરી કાકી નો સવારે દાળો (કારજ) સારી રીતે કરવા સુચના આપી. ખુબ રાજી થયા. અને બધાને સુવાની રજા લીધી તેઓ ઉપર સુવા એકલા પગથીયા ચડી ને ગયા. ભોજાભાઈ પણ તેની સાથે રહતા બંનેય ભાઈ સાથે એકરૂમ માં સુતા તેમને આજ રાત્ર્ય જાગતા રહેવાની સુચના આપી. દેવજીભાઈ થી નાના દીકરાને શ્રી ભોજાભાઈ બીજા દીકરા ને પણ  જાગતા  રહેવા  સુચના  આપીજો  કે  શ્રી રામજીબાપા ની વર્ષો ની આદત પ્રમાણે સવાર માં વેલા ધ્યાન અવસ્થામાં બેસતા અને કોઈએ પણ બોલાવવા કે હલાવવા નહિ, તેવી સુચના દરેક ને આપતા કે જયારે હું ધ્યાન અવસ્થામાં બેસેલો હોઉં ત્યારે કોઈ પણ તેમાં અડચણ ના કરવી બાપા ની આજ્ઞા નું પાલન દરેક કુટુબીજનો કરતા. અઢી વાગ્યાના સમયે હજુ કોઈ સુતા પણ નથી ત્યાં રામજીબાપા ભોજાભાઈ ને બોલાવ્યા ચાલો નીચે જઈએ નીચે આવી  બધા  ને  ઉઠાડ્યા  અને શ્રી  રામજીબાપા  તેમના  ત્રીજા નંબર ના દીકરા  હરિભાઈ સાથે જ રહેતા અને  તેને  કહયું કે, દરેક  સગા  કુટુંબીઓ  અને  છોકરાઓ  ને બોલાવી લાવો. હવે મારો સમય પૂરો થિયો છે. ઢીલ કરશોમાં. શ્રી રામજીબાપા ના બે દીકરા દેવજીભાઈ અને ડાયાભાઇ દુર રહે છે. ત્યાં છોકરાઓને મોકલ્યા, દેવજીભાઈ તો થોડીવાર પહેલા છુટા પડેલા. બધા હાજર થઇ ગયા છે. પડોશ માંથી તથા વિસ્તાર ના વડીલો પણ હાજર થઇ ગયા હતા દરેક પરિવારજનો ને બાપા માળિયા બેઠા બેઠા ઉંડો શ્વાસ લઇ રહયા છે. ત્યારે બધા ની સામે નજર કરી પણ શ્રી કરસનભાઈ ના દીકરા ને પણ યાદ કરેલ અને  કહયું કે ક્યાં છે અને તે  કેમ નથી તેમને પણ બોલાવો. તેઓ રાતે રાતપાળી નોકરી પર હતા તેને પણ તેડવા મોકલ્યા. પોતે સદગુરૂદેવ ના ભજન સમરણ કરતા દરેક ની રાહ જોઈ બેઠા છે. દેવજીભાઈ આવ્યા. ને બાપા ને ગુરુમહારાજ નું ભજન કરવા બાપુ ને કહયું. બાપા કહયું સમરણ ચાલુ છે. બાપા આજ્ઞા કરી કે મને શ્રીફળ આપો આખો બંધ કરી ધ્યાન માં ડૂબેલ જણાય. ધીરે ધીરે શ્વાસ ની ગતિ બંધ થયેલ જણાય. પરંતુ ઉંડો શ્વાસ ચાલુ હતો. શ્રી દેવજીભાઈ કાન માં સમાધિ મહામંત્ર અને સોહમ ગાયત્રી બોલ્યા. ત્યાજ ફરી આંખ ખોલી શ્રી દેવજીભાઈ સામે જોઈ અને તેમની પૂજ્ય રામજીબાપા ફરી તેમની સદગુરૂ સુરતા માં આંખો બંધ કરી ખુબ ધીમીગતિએ શ્વાસ ચાલતો હતો અને એક સાથે મોટા શ્વાસ સાથે શ્વાસને લઇ કરી દીઘો. પડોશીભાઈઓ તથા આખું કુટુંબ દ્રશ્ય જોઈ દુખ અને વેદના સાથે ધન્યવાદ આપેલા લગભગ પ્રાંત:કાલે વહેલી સવારે ચાર વાગ્યા નો શુભ સમય હતો, આમ શ્રી હિરસાગરબાપા ના વહાલા જ્ઞાન ધ્યાન ના વારસદાર અને બુંદ શિષ્ય શ્રીરામજીબાપા મહાસમાધિ માં લીન થયા. આવા સંતોને ધન્ય છે તેમના માતપિતાને, તેમનો ભંડારો તા.૩૦-૦૩-૧૯૯૪ ને બુધવારે ખુબ ધામધૂમ થી ઉજવવામાં આવેલ તેમાં ગામે ગામ થી  સત્સંગી પરિવાર  સગા વાલા  કુટુંબીજનો, લતાવાસીઓ દરેક સાથે મળી શ્રદ્ધાંજલી આપી. જ્યાં . પુ. શ્રી હિરસાગરદાદા ના નિવાસ સ્થાન તિલક પ્લોટ, મોચી બઝાર ના નામ થી ઓળખાતો વિસ્તાર માં આજે પણ એજ ભક્તિ નો અમૃતરસ સદા ને માટે નિરંતર ચાલે છે. પુ. શ્રી હિરસાગર બાપા ના ચરણ પગલા આજ પણ લોકો નમન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. શ્રી હરીબાઈ ની સાથે જ પૂજ્ય રામજીબાપા રહેતા માટે વધુ સેવા ચાકરી નો લાભ વધારે મળેલો પૂજ્ય બાપા ના દર્શન માટે આવનાર દરેક ગુરૂભાઈઓ તથા કુટુમ પરિવાર ની પણ નીસ્વાર્થ ભાવથી સેવા નો અનેરો લાભ મળેલો અત્યારે પ. પુ. શ્રી હિરસાગર બાપા ની ગુરૂગાદી પર હાલ પુ. શ્રી દેવજીબાપુ ગુરૂ શ્રી રામજીબાપુ બિરાજમાન છે. આ સતનામ ની પ્રસાદી અને જ્ઞાન નું વિસ્તાર પૂર્વક સમજણ આપી સદગુરૂદેવ ના ગુણગાન વધારી રહયા છે પુ. શ્રી હિરસાગર બાપા ના ચરણ પગલા આજ પણ લોકો નમન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે

પૂજ્ય શ્રી રામજીબાપા ગુરૂ શ્રી હીરસાગરબાપા
સંત શ્રી હિરસાગર બાપા ની સદેવ જય જય....... હો  
પૂજ્ય શ્રી રામજીબાપા ની જય જય....... હો